સુખી થવા. આખી જિંદગી દુખી થાય એનુ નામ “માણસ”…
More
Author: admin
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામા...
More
રૂમાલ મારો લેતા જજો
મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો રૂમાલ મારો લેતા જાજો, કે દલડું તમારું દેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જાજો એ રુમાલ લેતા જાજો, કે દલડું દેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો ઓલ્યા વાણિયાના હાટનો, લીલા તે રંગનો રૂમાલ મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો ઉતારા આલીશ ઓરડા,રૂમાલ મારો લેતા જાજો મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેત...
More
સાહ્યબા સડક્યું બંધાવ
સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું વાગડ જાતાં મુને તડકા રે લાગે સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને ભૂખલડી લાગે સાહ્યબા કંદોઈ બેસાડ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું
More
હાજી કાસમ તારી વીજળી રે
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઈ શે’ર બાર બજે તો બરોબર ચડિયાં, જાય છે મુંબઈ શે’ર ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય જહાજ તું તારું પાછું વાળ્ય રે ...
More
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય ઝીણું દળું તો ઊડી ઊડી જાય જાડું દળું તો કોઈ નવ ખાય મારા તે ઘરમાં સસરોજી એવા હાલતાં જાય ચાલતાં જાય લાપસીનો કોળિયો ભરતાં જાય મારા તે ઘરમાં નણંદબા એવા નાચતાં જાય કૂદતાં જાય રાંધી રસોઈ ચાખતાં જાય મારા તે ઘરમાં દિયરજી એવા રમતાં જાય કૂદતાં જાય મારું ઉપરાણું લેતાં જાય મારા તે ઘરમાં સાસુજી એવાં વાળતાં જાય બેસતાં જાય ઊઠતાં બેસતાં ભાંડતાં જાય મારા તે ઘરમાં પરણ્યાજી એવા હરતાં જાય ફરતાં જાય માથામાં ટપલી મારતાં જાય ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય ઝીણું દળું તો ઊડી ઊડી જાય જાડું દળું તો કોઈ નવ...
More
પાતળી પરમાર
માડી હું તો બાર બાર વરસે આવિયો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર, દળણું દળીને હમણાં આવશે માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયા...
More
પાંદડું પરદેશી
ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો સસરો આણે આવ્યો હો પાંદડું પરદેશી ઈ પીતળિયું ગાડું લાવ્યો હો પાંદડું પરદેશી ઈ ગાડાની મુને ચૂકું લાગે હો પાંદડું પરદેશી હું તો સસરા ભેરી નહીં જાઉં પાંદડું પરદેશી ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો જેઠ આણે આવ્યો હો પાંદડું પરદેશી ઈ તો ખોખલું ગાડું લાવ્યો હો પાંદડું પરદેશી ઈ ગાડે બેસી હું નહિ જાઉં હો પાંદડું પરદેશી હું તો જેઠ ભેરી નહીં જાઉં હો પાંદડું પરદેશી ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો પરણ્યો આણે આવ્યો હો પાંદડું પરદ...
More
રાધકા રંગભીની
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારા માથાનો અંબોડો હો રાધકા રંગભીની જાણે છૂટ્યો તેજીનો ઘોડો હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારી આંખ્યુંનાં ઉલાળા હો રાધકા રંગભીની જાણે દરિયાનાં હીલોળા હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારા નાકડિયાની દાંડી હો રાધકા રંગભીની જાણે દીવડીએ શગ માંડી હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારા હાથની હથેળી હો રાધકા રંગભીની જાણે બાવલપરની થાળી હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ...
More