સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું મારે ભુજ શે’ર જાવું વાગડ જાતાં મુને તડકા રે લાગે સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને ભૂખલડી લાગે સાહ્યબા કંદોઈ બેસાડ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાવું મારે ભુજ શે’ર જાવું સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું