અરરર માડી રે! છાણાં વીણવા ગઈ'તી રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મને ટચલીએ ટચકાવ્યો રે વિંછૂડો મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા સસરાજીને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા જેઠજીને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો વિંછૂડો મારા પરણ્યાને તેડાવો રે મા વિંછૂડો, હમ્બો હમ્બો
Read More »
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો દહીં - દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં
Read More »
મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો રૂમાલ મારો લેતા જાજો, કે દલડું તમારું દેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જાજો એ રુમાલ લેતા જાજો, કે દલડું દેતા જાજો મારી સગી નણદલના વીરા, રૂમાલ મારો લેતા જાજો ઓલ્યા
Read More »
સાહ્યબા સડક્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું મારે ભુજ શે'ર જાવું વાગડ જાતાં મુને તડકા રે લાગે સાહ્યબા ઝાડ રોપાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને તરસ્યું રે લાગે સાહ્યબા વાવ્યું બંધાવ, એ વાગડ જાવું વાગડ જાવું સાહ્યબા વાગડ જાવું વાગડ જાતાં મુને ભૂખલડી
Read More »
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઈ શે’ર દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઈ શે’ર દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઈ શે’ર તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
Read More »
ઘંમ રે ઘંટી ઘંમ ઘંમ થાય ઝીણું દળું તો ઊડી ઊડી જાય જાડું દળું તો કોઈ નવ ખાય મારા તે ઘરમાં સસરોજી એવા હાલતાં જાય ચાલતાં જાય લાપસીનો કોળિયો ભરતાં જાય મારા તે ઘરમાં નણંદબા એવા નાચતાં જાય કૂદતાં જાય રાંધી રસોઈ ચાખતાં જાય મારા તે ઘરમાં દિયરજી એવા રમતાં
Read More »
માડી હું તો બાર બાર વરસે આવિયો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ બળે રે લોલ દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે કલૈયા કુંવર, પાણી ભરીને હમણાં આવશે માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો માડી મેં'તો નવ દીઠી પાતલડી પરમાર રે જાડેજી
Read More »
ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો સસરો આણે આવ્યો હો પાંદડું પરદેશી ઈ પીતળિયું ગાડું લાવ્યો હો પાંદડું પરદેશી ઈ ગાડાની મુને ચૂકું લાગે હો પાંદડું પરદેશી હું તો સસરા ભેરી નહીં જાઉં પાંદડું પરદેશી ઓલ્યા પાંદડાને ઉડાળી મેલો હો પાંદડું પરદેશી મારો જેઠ આણે આવ્યો હો પાંદડું
Read More »
ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારા માથાનો અંબોડો હો રાધકા રંગભીની જાણે છૂટ્યો તેજીનો ઘોડો હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારી આંખ્યુંનાં ઉલાળા હો રાધકા રંગભીની જાણે દરિયાનાં હીલોળા હો રાધકા રંગભીની ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની તારા
Read More »