કુંકાવાવ

અહીંનો મોદી પરિવાર અને આરઝી હકૂમત અને કુંકાવાવ

સૌરાષ્ટ્રના જીનમાં જેની ગણતરીઓ થતી તે જીનમાં આવતા રૂ નો વેપાર ભાંગી પડ્યો. અને મોટા ભાગના જીનમાં ઓઇલ મિલ થઈ ગયા. સેંકડો વિદ્યાર્થીઓ, એક ગુરૂ તરીકે પોતાના હ્રદય સિંહાસન પર બેસાડે છે એવા જયેન્દ્રભાઇ સાગલાણી(મોદી) તેમના દાદા વશરામભાઇ, સુંદરજીભાઇ, ગોવિંદબાપા વગેરે ચલાવતા. પરસોતમભાઇ મોદી, મુળજી સુંદરજી, દયાલજીભાઇ, મણીલાલભાઇ, મગનલાલભાઇ, બાવાલાલભાઇ,ગોવિંદબાપા સોરઠિયા ત્યારે આ મિલ સાથે સંકળાયેલા હતા.હાલનો જે મોદી પ્લોટ કહેવાય છે તે અગાઉ બીલખા દરબારની માલિકીનો હતો અને પાંચ ભાઇઓને આપેલો. આ જમીન ગણોતધારામાં નહોતી. આઝાદી મળતાં દરેક દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું. પરંતુ જૂનાગઢ રાજ્યના નવાબે પાકિસ્તાન
સાથે જોડાવાનો નિર્ણય લીધો. જે બીજા રાજ્યો અને પ્રજામતથી તદન વિરુધ્ધ હતો. એક જ દેશમાં બે વડાપ્રધાન હોઇ શકે ? આવો પ્રશ્ન થાય તે સ્વભાવિક હતું. તે વખતે જૂનાગઢ રાજ્યનો કબજોઅને વહીવટ સંભાળી લેવાના નિશાન સાથે જે હકૂમત રચાયેલી તેને ‘આરઝી હકૂમત’ નામ આપ્યું.

જેમાં દુર્લભજીભાઇ ખેતાણી – આરઝી હકૂમતના નાયબ વડપ્રધાન, નાણાંખાતુ અને વ્યાપાર ખાતુ.

નરેન્દ્રભાઇ નથવાણી – કાયદો અને વ્યવસ્થા

ભવાનીશંકર ઓઝા – નિરાશ્રિતો અંગેનું દફતર

આઝાદહિંદ ફોજના સૈનિક મણિલાલ દોશી – ગ્રુહખાતાના પ્રધાન

લડાયક અને ખમીરવંતા સુરગભાઇ વરુને – યુધ્ધખાતાના પ્રધાન

હકૂમતની કચેરી વ્યવસ્થા –

શ્રી ચીમનલાલ ના. શાહ
શ્રી બાલુભાઇ વૈધ
શ્રી જન્મશંકર અંતાણી
શ્રી મનસુખલાલ કોઠારીને સોંપવામાં આવેલી.

આરઝી હકૂમતને જરૂરી સહકાર મદદ મળતી રહે તે માટે દરબાર ગોપાળદાસ, રસિકભાઇ પરિખ, રતુભાઇ અદાણી, જેઠાલાલ જોશી, મોહનભાઇ મહેતા, ચીમનભાઇ ચ. શાહ અને ગોકુલભાઇ ગગલાણીની બનેલી સહકાર- સમિતિ બનાવવામાં આવી.તો શામળદાસ, રસિકભાઇ, રતુભાઇ અને ગોકુળભાઇની સંગ્રામ સમિતિ જાહેર કરવામાં આવી. તો કેપ્ટન શ્રી બાલમસિંહ, ગુંણવતભાઇ પુરોહિત, દુર્લભજીભાઇ, નાગ્રેચા દળપતિ – જેવા હોદાઓ પર સક્રિય
રહ્યા. તા. ૨૫મી સપ્ટેમ્બર- ૧૯૪૭ ના રોજ આરઝી હકૂમતનીરચના થઈ. તા. ૨૯મી એ રાજકોટની ધરતી પર પગ મૂક્યો. તા. ૩૦- ૦૯ – ૧૯૪૭ ના રોજ રાજકોટ મધ્યેનો જૂનાગઢનો ઉતારો કબજે કર્યો.

કુંકાવાવ છાવણીનું કારણ એટલું હતું કે જૂનાગઢના કેટલાક ગામો કુંકાવાવની આસપાસ પથરાયેલા હતા. જૂનાગઢના ગામો કબજે કરવા જૂનાગઢની હદમાંથી જ પસાર થવું પડે. કુંકાવાવ-બીલખા હકૂમતમાં હતું. તેથી અહીં આરઝી હકૂમતના સૈનિકો માટે શ્રેષ્ઠ આરક્ષિત સ્થળ હતું. જીનમાં આ સ્થળે હથિયારો પણ રાખવામાં આવતા. પછીથી ધર્મશાળામાં તેને ફેરવવામાં આવેલું પણ કુંકાવાવ આરઝી હકૂમતની સંગ્રામ સમિતિની નામાવલિમાં તેના ઐતિહાસિક સ્થાન માટે પ્રખ્યાત બની ગયું. અહીં ના લોક આગેવાન શ્રી લક્ષ્મણભાઇ ભગત ત્યારે પરોક્ષ રીતે પણ આ હકૂમતમાં ભાગ લેતા.

૧૯૬૩ માં – તાલુકાપંચાયત કુંકાવાવમાં આવી. કુંકાવાવ – વડિયા તાલુકો બન્યો. ૧૯૫૫-૫૬ માં પ્રાથમિક શાળા. ૧૯૭૧ માં પ્રાથમિક કન્યાશાળા. ૧૯૫૮ માં કુમાર હાઇસ્કૂલ અને ૧૯૭૩ માં કન્યા હાઇસ્કૂની સ્થાપના થઈ.

લેખક :- કિશોરચંદ્ર ર. ત્રિવેદી.
C/O શ્રી એન.એમ.શેઠ કુમાર હાઇસ્કૂલ
કુંકાવાવ – મોટી. જિ. અમરેલી.

આગળ